હોસ્પિટલના ફાર્માસિસ્ટે 11.81 લાખની ઉચાપત કરી:બોડકદેવની આઇકોનિક હોસ્પિટલની મહિલા ફાર્માસિસ્ટે 6 મહિનાના દવાના લાખો રૂપિયા વાપરી નાખ્યા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદના રાજપથ રંગોલી રોડ પર આવેલી આઇકોનિક હોસ્પિટલના મહિલા કર્મચારીએ ફાર્મસી સ્ટોર પર દવાના પૈસા બરોબર સગેવગે કરી દીધા છે.છેલ્લા છ મહિનાથી મહિલા ફાર્માસિસ્ટ દ્વારા રોકડમાં જે દવાનું વેચાણ થાય તેની એન્ટ્રી ન કરીને ટુકડે ટુકડે 11.81 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે હોસ્પિટલને જાણ થતા મહિલા વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલના ફાર્માસિસ્ટે 11.81 લાખની ઉચાપત કરી
ગાંધીનગરમાં રહેતા માધવીબેન રાજ્યગુરુએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ બોડકદેવ ખાતે આવેલી હાઇકોનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઓપરેશન એક્ઝિક્યુ તરીકે નોકરી કરે છે. તેમની હોસ્પિટલમાં ફાર્મસી સ્ટોરમાં કોમલ શિયાળ નામની મહિલા ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતી હતી. તેમને કોમલ ઉપર શંકા ગઈ હતી કે દવાનું વેચાણ કર્યા બાદ પૂરેપૂરું પેમેન્ટ તે જમા કરાવતી નહોતી તેથી તેમણે સિક્યુરિટી ગાર્ડને જાણ કરી હતી. ત્યારે સિક્યુરિટી ગાર્ડન દવા લેવા આવેલા 10 દર્દીઓની માહિતી હોસ્પિટલને આપી હતી જ્યારે કોમલે સાત દર્દીઓ આવ્યા હોવાનું જણાવ્યું હતું. મે મહિનાથી અત્યાર સુધીમાં દર્દીઓના દવાના પૈસાની ઉચાપત કરી
હોસ્પિટલ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે બાકીના ત્રણ દર્દીઓના રોકડમાં દવા વેચાણ થઈ હતી જેના પૈસા કોમલે હોસ્પિટલમાં જમા કરાવ્યા નહોતા. જ્યારે કોમલને પૂછવામાં આવ્યું ત્યારે કોઈ જવાબ આપ્યો ન હતો જે બાદ કોમલે હોસ્પિટલ આવવાનું બંધ કરી દીધું હતું. કોમલનું આઈડી ખોલીને તપાસ કરવામાં આવી ત્યારે મે મહિનાથી અત્યાર સુધી મળે 11.81 લાખ રૂપિયાના દર્દીઓના દવાના પૈસાની ઉચાપત કરી હતી. કોમલે આ પૈસા વાપરી પણ દીધા હતા.બોડકદેવ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *