વડોદરા,૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ કરી ભયનું વાતાવરણ ઊભું કરતી ગેંગ સામે વડોદરા પોલીસે આ વર્ષનો પહેલો ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ વડોદરા જ નહીં પરંતુ, સમગ્ર રાજ્યમાં ગુનાઓ કર્યા છે.
વડોદરાના આસપાસના તેમજ રાજ્યના અલગ – અલગ જિલ્લાઓમાં રાત્રિના સમયે ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાઓ કેટલીક ટોળકીઓ કરતી હોવાની વિગતો શહેર પોલીસના ધ્યાને આવી હતી.આ ગુનાઓ કરતા આરોપીઓની યાદી તૈયાર કરી તેઓના ગુનાઇત રેકર્ડની ચકાસણી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન કુલ આઠ આરોપીઓએ ટોળકી બનાવી ગુનાઓ આચરતા હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ ટોળકી રાજ્યના અલગ – અલગ જિલ્લાઓમાં ઘણા સમયથી ગુનાઓ કરતી હતી.
