
મુંબઈ : ૨૦૨૫ના વર્ષમાં દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા ભલે વધીને વિક્રમી સપાટીએ પહોંચી હોય પરંતુ નવા ખાતાનો ઉમેરો નોંધપાત્ર મંદ પડયો હોવાનું જણાય છે. ડિસેમ્બર, ૨૦૨૫ના અંતે ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૧.૫૯ કરોડ પહોંચી ગઈ હતી, જે ૨૦૨૪ના અંતે ૧૮.૫૩ કરોડ હતી.
૨૦૨૫માં વૃદ્ધિની માત્રામાં પચાસ ટકા ઘટાડો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
