
અમદાવાદ : ૨૦૨૫ દેશના ઊર્જા ક્ષેત્ર માટે એક નોંધપાત્ર વર્ષ હતું. આ વર્ષે, દેશની સ્વચ્છ ઊર્જા ૨ક્ષમતામાં નોંધપાત્ર વધારો થતા ભારતે સ્વચ્છ ઊર્જા યાત્રામાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો હતો. જેમાં બિન-અશ્મિભૂત ઇંધણ માટેની સ્થાપિત ક્ષમતા ૨૬૬.૭૮ ગીગાવોટ (GW) પહોંચી હતી. જે ૨૦૨૪ ની તુલનામાં ૨૨.૬ ટકાનો વધારો દર્શાવે છે.
