૪ વર્ષની બાળકીને ઘરે એકલી બોલાવી બીભત્સ છેડછાડ

📅 Published: February 8, 2026 | 📂 Category: Uncategorized

 વડોદરા,ચાર વર્ષની બાળકીને  પોતાના ઘરે બોલાવી બીભત્સ છેડછાડ કરનાર આરોપી સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, માંજલપુર વિસ્તારના એક ફ્લેટમાં રહેતા આરોપીએ પાડોશમાં જ રહેતી ૪ વર્ષની બાળકીને રમવાના બહાને  પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ આરોપીએ બાળકી સાથે બીભત્સ છેડછાડ કરી હતી. બાળકીએ આ અંગે ઘરે જઇને માતા – પિતાને જાણ કરી હતી. આ અંગે પિતાએ પાડોશી સામે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *