
Silver and Gold Price News : ભારતીય વાયદા બજાર (MCX) માં શુક્રવારે, 23 જાન્યુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. બંને કિંમતી ધાતુઓએ પોતાના તમામ જૂના રેકોર્ડ તોડીને નવી સર્વોચ્ચ સપાટી બનાવી છે, જેમાં ખાસ કરીને ચાંદીમાં એક જ દિવસમાં ₹12,638નો અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે.
ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ₹3.40 લાખની નજીક
આજના કારોબારમાં ચાંદીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
