વડોદરાઃ વારસીયાની ૧૦ લાખની લૂંટના કેસમાં પોલીસને ગોળગોળ ફેરવતા વેપારીએ આખરે લૂંટારા પાસે મળેલી ફોરેન કરન્સી પોતાની હોવાની કબૂલાત કરી છે.જેથી વેપારી સામે ફેમા હેઠળ કાર્યવાહી કરવા માટે પોલીસ ઇડીને જાણ કરનાર છે.
વારસીયાની ચતુરભાઇ પાર્ક સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષીય વેપારી લીલારામ રેવાણીને તેમના ઘર પાસે હુમલો કરી ૧૦ લાખની લૂંટ કરી ભાગેલી લૂંટારું ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં તેમની પાસે ૧૦ લાખને બદલે રૃ.૨.૫૪ કરોડ મળી આવ્યા હતા.જેમાં ભારતીય નોટો ૧૧ લાખની હતી.
