
Bank strike: કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બૅંક કર્મચારીઓ હડતાળમાં સામેલ થઈ શકે છે. હડતાળના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને જાણ કરી છે કે 12 ફેબ્રુઆરીએ હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. મહાગુજરાત બૅંક એમ્પ્લોઇઝ ઍસોસિએશન (MGBEA) દ્વારા બૅંક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના બૅંકિંગ વ્યવહારો પર ગંભીર અસર પડવાની શક્યતા છે.
ચાર લેબર કોડ(શ્રમ કાયદા)નો વિરોધ
