
Baroda Cricket Association : બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની 15 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ક્રિકેટ વર્તુળોમાં ભારે ચકચાર છે. સત્યમેવ જયતે અને રોયલ ગ્રુપ ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા છે, જ્યારે સામા પક્ષે રિવાઇવલ31 ગ્રુપ ટક્કર આપી રહ્યો છે. જાહેર સભાઓથી લઈને બંધ બારણે બેઠકો સુધી પ્રચારનો દોર તેજ બન્યો છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ક્રિકેટના સર્વાંગી વિકાસના વચનો આપવામાં આવી રહ્યા છે.
સત્યમેવ અને રોયલ જૂથ તરફથી નવા સ્ટેડિયમ પ્રોજેક્ટ અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
