
Parliament Budget Session: લોકસભામાં હાલ ભારે હંગામો ચાલી રહ્યો છે. એક તરફ કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ જાહેર કરી છે. બીજી તરફ સત્તાપક્ષ તરફથી સંસદીય કાર્યમંત્રી કીરેન રિજુજુએ ફ્લોર લીડર્સ સાથે બેઠક કરી છે. સંસદ શરૂ થતાં જ આઠ કોંગ્રેસના સાંસદોના સસ્પેન્સન મુદ્દે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. તેવામાં બપોરે 12 વાગ્યા સુધી તે બાદ 2 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. બાદમાં સપા સાંસદ અને પ્રમુખ અખિલેશ યાદવે બજેટ અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અંગે લોકસભામાં સરકારને ઘેરી ધારદાર સવાલો કર્યા હતા.
