ગુજરાત એક મુખ્ય ઔદ્યોગિક અને પેટ્રોકેમિકલ હબ હોવાને કારણે, રાજ્યમાં તેલ અને રાસાયણિક આપત્તિઓનો સામનો કરવા માટેની સજ્જતા ચકાસવા આગામી તા. 21 નવેમ્બરના રોજ રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ ભારત સરકારના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA)ના સંયુક્ત ઉપક્રમે યોજાશે. મેગા મોકડ્રીલની તૈયારીઓ બેઠક યોજાઈ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ્સ ખાતે યોજાનારી આ મેગા મોકડ્રીલની તૈયારીઓ સુનિશ્ચિત કરવા SEOC-ગાંધીનગર ખાતે આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી. 21 નવેમ્બરે આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મેગા મોકડ્રીલ
આ કવાયતમાં મંત્રી મહીડાએ મોકડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા માટે તમામ સંલગ્ન વિભાગો અને સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાથી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું અનિવાર્ય છે. આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવાની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનું સંકલન, અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે. કટોકટી સામેની તૈયારીનું મહત્ત્વ સમજાશે
તેમણે જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા મુખ્ય રિફાઇનરી સ્થળોની હાજરીને ધ્યાનમાં રાખીને, ભોપાલ ગેસ દુર્ઘટના અને વિશાખાપટ્ટનમ સ્ટાયરીન ગેસ લીક જેવી ભૂતકાળની વિનાશક ઘટનાઓનો ઉલ્લેખ કરીને આવી કટોકટી સામેની તૈયારીનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે રિલાયન્સ, નાયરા, ONGC OPaL, પેટ્રોનેટ LNG અને દીનદયાલ પોર્ટ મુંદ્રા જેવા મુખ્ય ઉદ્યોગોની સહભાગિતાની પ્રશંસા કરી હતી. ‘આપત્તિ વ્યવસ્થાપનનું રોલ મોડલ રાજ્ય છે’
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાત આપત્તિ વ્યવસ્થાપનનું રોલ મોડલ રાજ્ય છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત દેશનું મેજર પેટ્રોકેમિકલ હબ હોવાથી, આ મોકડ્રીલ દ્વારા રાજ્યનો દરેક વિભાગ અને એજન્સીઓ આપત્તિના સમયે એક-બીજા સાથે તાલમેલથી કામ કરી શકે તે માટે સજ્જ થશે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય લેફ્ટ. જનરલ સૈયદ અતા હસનૈને ગુજરાત સરકારની તૈયારીઓની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન એક્ટ અમલમાં લાવીને અલાયદું સત્તામંડળ સ્થાપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા કલેકટરોએ ભાગ લીધો
આ ટેબલ ટોપ એક્સરસાઇઝમાં NDMA, GSDMA, NDRF, SDRF, વિવિધ સૈન્ય દળો, સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા કલેકટરોએ ભાગ લીધો હતો અને મોકડ્રીલ પહેલા અંતરાલો ઓળખીને તેને દૂર કરવા માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું, જેથી ગુજરાતને કટોકટી વ્યવસ્થાપનમાં રાષ્ટ્રીય મોડેલ બનાવી શકાય.
21 નવેમ્બરે તેલ અને રાસાયણિક આપત્તિઓનો સામનો કરવા મેગા મોકડ્રીલ:આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મેગા મોકડ્રીલ, SEOCમાં તૈયારીઓની સમીક્ષા બેઠક
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
