
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિજિલન્સ વિભાગ દ્વારા આજે ફરી એક વખત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દરોડા પાડીને ૨૫.૩૭ લાખ રુપિયાની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપી પાડવામાં આવી હતી.
દરમિયાન આજે પણ પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળના બાવામાનપુરા, નૂરાની મસ્જિદ, બાવચાવાડ, રાજપુરાની પોળ, મોગલવાડા, જમનાબાઈ હોસ્પિટલ પાછળ, ગેંડા ફળિયા, પટેલ ફળિયા, દૂધવાળા મહોલ્લા, છીપવાડ, સરસિયા તળાવ વિસ્તારોમાં ૨૪ ટીમો દ્વારા ૮૭૨ વીજ જોડાણોની તપાસ હાથ ધરાઈ હતી.જેમાં ૨૫ જોડાણમાં વીજ ચોરી અને ૬ જોડાણમા ગેરરીતિ પકડાઈ હતી.આ ચેકિંગ દરમિયાન ૧૦ મીટર શંકાસ્પદ જણાતા તેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
