
અમદાવાદ : ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં કોર્પોરેટ નફામાં વૃદ્ધિમાં સુધારો થયો છે, પરંતુ આ વૃદ્ધિ મુખ્યત્વે કોમોડિટી ઉત્પાદકો દ્વારા જોવાઈ હતી. અન્ય ક્ષેત્રોની કંપનીઓએ વધુ ખરાબ કમાણી નોંધાવી હતી જેથી ક્વાર્ટર દરમિયાન આવક અને નફામાં વૃદ્ધિ ધીમી પડી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં પરિણામો નોંધાવનારી ૨,૬૪૭ લિસ્ટેડ કંપનીઓનો સંયુક્ત ચોખ્ખો નફો ૧૦.૮% વધ્યો છે, જે છેલ્લા છ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ છે. બેંકો, નાણાકીય સેવાઓ, વીમા અને બ્રોકિંગ (બીએફએસઆઈ)સિવાય, અન્ય કંપનીઓએ પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું હતું, બીજા ક્વાર્ટરમાં સંયુક્ત નફો ૧૫.
