3 કરુણ બનાવ:મોરબીના ઉંચી માંડલ નજીક પાણી ભરેલી ડોલમાં પડી જતાં 10 માસની બાળકીનું મોત

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 10 માસની દીકરી તેઓના લેબર કવાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી ગઈ હતી જેથી તે બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. માળિયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલા ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અરુણભાઈ બ્રિજેન્દ્રભાઈ ચૌધરીની 10 માસની દીકરી પ્રિયાંશુકુમારી લેબર ક્વાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા બીજા બનાવમાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે રાજેશભાઈ છગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા જયંતીભાઈ નાયકની 16 વર્ષની દીકરી વાણશીબેન નાયકે વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ જેતપર સીએચસી ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્રીજા બનાવમાં મોરબીના લખધીરપુર રોડ પર આવેલ સનારીયા કંપની ખાતે રહેતા અને મજૂરી કામ કરતા મોહિતભાઈ રાજુભાઈ વર્મા (ઉ.વ.21) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના રૂમની અંદર ફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *