
Tej Pratap Meets Lalu Yadav : રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને પરિવારથી લાંબા સમય સુધી દૂર રહ્યા બાદ, જનશક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નીતિશ સરકારના પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે દિલ્હીમાં પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી છે. અનુષ્કા યાદવ વિવાદ બાદ પિતા-પુત્ર વચ્ચે લગભગ સાત મહિના પછી આ મુલાકાત થઈ છે.
લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટમાં હાજર થયા તેજ પ્રતાપ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં શુક્રવારે ‘લેન્ડ ફોર જોબ’ કેસમાં આરોપ ઘડવા અંગે સુનાવણી હતી. આ કેસમાં આરોપી તરીકે તેજ પ્રતાપ યાદવ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.
