
– અમેરિકા ઇરાનની ઉગ્ર ટીકા કરે છે : કહે છે ઇરાનના સત્તાધીશો પોતાના જ લોકો ઉપર જુલ્મ ગુજારે છે
નવી દિલ્હી : દિવસે દિવસે ઇરાનની પરિસ્થિત તંગદિલી ભરેલી થતી જાય છે. ૨૮ ડિસેમ્બરથી તો જનતા, સરકાર અને તેના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનીની સામે મેદાને પડયા છે. અનેક સ્થળોએ દેખાવો હિંસક બની રહ્યા છે. સલામતી દળો આ દેખાવકારોને રોકવા જબરજસ્ત બળપ્રયોગ કરી રહ્યા છે. અનેકનાં મૃત્યુ થયાં છે.
