ઉજવણી‎:આદિવાસી સમાજ દ્વારા ‘ગામ સાઈ ઇન્દ’ની ઐતિહાસિક ઉજવણી‎

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર‎તાલુકાના અંતરિયાળ ગામ‎ભેંસાવહી ખાતે આદિવાસી‎સમાજની વર્ષો જૂની અને અનોખી‎પરંપરા મુજબ ‘ગામ સાઈ ઇન્દ’ની‎ઐતિહાસિક ઉજવણી ધામધૂમથી‎ચાલી રહી છે. આ ઉત્સવ‎આદિવાસી સમાજની ધાર્મિક અને‎સાંસ્કૃતિક ઓળખનો એક‎મહત્વપૂર્ણ હિસ્સો છે. જે ગામ સાઈ‎ઇન્દની આન, બાન અને શાનને‎પ્રતિષ્ઠિત કરે છે.‎ પ્રાપ્ત માહિતી અનુસાર, ગામ‎સાઈ ઇન્દ એ આદિવાસી સમાજની‎એવી પરંપરા છે જેમાં‎આદિવાસીઓ તેમના‎દેવી-દેવતાઓ, પૂર્વજો તેમજ પ્રકૃતિ‎માતાની ભક્તિભાવ પૂર્વક‎પૂજા-અર્ચના કરે છે. આ ઉત્સવનું‎સૌથી મોટું આકર્ષણ એ છે કે આ‎મેળાનું આયોજન 60થી 70 વર્ષના‎લાંબા ગાળા બાદ થતું હોય છે. જેને‎‘દેવોની પેઢી બદલવાનો’ મેળો‎કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિ‎દરમિયાન ગામના પૂજારી (બળવા)‎તેમજ પુંજારા દ્વારા દેવોના નવા‎ઘોડા અને નવા ખુટનું સ્થાપન‎કરવામાં આવે છે, જે નવી પેઢીમાં‎દેવતાઓના આશીર્વાદ અને‎પરંપરાનું હસ્તાંતરણ દર્શાવે છે.‎ ગામ સાઈ ઇન્દના મેળા‎દરમિયાન ગામના લોકો તેમજ‎આદિવાસી સમાજના અન્ય‎વિસ્તારોમાંથી આવેલા ભક્તો‎પોતાના પારંપરિક પહેરવેશમાં‎સજ્જ થઈને જોડાય છે. મેળામાં‎ઢોલ, માંદળ અને તીર કામઠા સાથે‎આદિવાસીઓ ઉમંગભેર પારંપરિક‎નાચ-ગાન કરીને ઉજવણીના‎માહોલને જીવંત બનાવે છે. સમગ્ર‎ભેંસાવહી ગામ અને આસપાસનો‎વિસ્તાર આદિવાસી સંસ્કૃતિના‎રંગોમાં રંગાઈ ગયો છે.‎ આ પ્રકારના ઐતિહાસિક‎આયોજન થકી નવી પેઢીને પોતાની‎ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું‎જ્ઞાન મળે છે અને સમાજમાં એકતા‎તથા ભાઈચારાની ભાવના‎મજબૂત બને છે.‎


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *