શિનોર મામલતદાર દ્વારા તાજેતરમાં રેતીથીઓવરલોડ ભરેલા ડમ્પરો તથા એક ટ્રેકટરનેઝડપી પાડી મામલતદાર કચેરીમાં મુકાવી દીધાછે. જેમાંથી નંબર વગરનું એક ડમ્પર બે દિવસપછી છોડી દેતાં શંકા કુશંકા વ્યાપેલ છે. તાજેતરમાં ભારદારી ડમ્પરોના કારણેમાલસર અને અશા વચ્ચેના માધવસેતુ પુલનીહાલત બગડી હોવા સાથે શિનોરથી માલસરનોરસ્તો તદ્દન ભંગાર થઈ ગયાનો અહેવાલપ્રકાશીત થયો હતો. સરકારી તંત્ર તથા ખાણખનીજ અને પોલીસ વિભાગ સામે માધવ સેતુપુલ ઉપરથી રાત્રીના તથા દિવસના ઓવરલોડભરેલા ડમ્પરો કેમ ચાલવા દે છે, તે બાબતે હપ્તાલેવાતા હોવાની બુમ ઉઠી હતી. આ અહેવાલચમકતાં કેસ બતાવવા માટે મામલતદાર કચેરીએક્શનમાં આવી હતી અને તારીખ 12નવેમ્બરના રોજ રેતી ભરેલા બે પરમીટ વગરનાડમ્પરો અને એક ટ્રેક્ટરને ડીટેઇન કરાવીનેમામલતદાર કચેરીમાં મૂકી દેવામાં આવ્યા હતા. જેમાંથી એક ડમ્પરની આગળ અને પાછળરજીસ્ટ્રેશન નંબર નહોતો. બે દિવસ પછીમામલતદાર કચેરીમાંથી નંબર વગરનું ડમ્પરછોડી દેવામાં આવ્યું હોવાની જાણ થતાંમંગળવારે મામલતદાર શિનોરને વારંવારટેલીફોનિક પૂછપરછ માટે ફોન કરતાં કોઈપણફોન ઉપાડતું નહોતું. જ્યારે નંબર વાળું ડમ્પરકચેરીમાં પડેલ હતું. ડમ્પરો તથા ટ્રેક્ટર રેતીથીકાયદેસર ભરેલા હોત તો તેઓની પાસે પરમીટહાજર હોત. પરમીટ ના હોવાના કારણે જમામલતદાર દ્વારા ડીટેઇન કરીને મુકાવ્યા હોયએ હકીકત છે. નંબર વગરનું કોઈ પણ વાહન એ ગેરકાનૂનીગણી શકાય અને પરમિટ વગર રેતી ભરીનેજતું હોય તો તે વધુ ગુનો બને છે. મામલતદારકચેરીમાંથી નંબર વગરનું ઓવરલોડ રેતીભરેલું ડમ્પર છોડવામાં આવ્યું કે રાત્રિના સમયેકોઈ ઉઠાવી ગયું તે તપાસનો વિષય બનેલ છે.મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરવિશાલભાઈ એ ફોન પર જણાવ્યું કે ડમ્પરોબાબતે ખાણ ખનીજ વિભાગને જાણ કરેલ છે.
ડમ્પર છોડી મૂકાયું:રેતી ભરેલું નંબર વગરનું ડમ્પર બે દિવસ બાદ શિનોર મામલતદાર કચેરીમાંથી છોડી મૂકાયું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
