
Farmers Issue: ‘જગતના તાત’ ગણાતા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતી સરકાર સામે મગફળીના પેમેન્ટ મુદ્દે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ટેકાના ભાવે મગફળી વેચ્યાના સાત જ દિવસમાં નાણાં ચૂકવવાનો કૃષિમંત્રીનો વાયદો બે મહિના વીતવા છતાં પૂરો થયો નથી. હાલમાં રાજ્યના અંદાજે 1 લાખ ખેડૂતો પોતાના હકના પૈસા મેળવવા માટે બેન્કો અને સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે.
મંત્રીનો વાયદો વિસરાયો
ચાલુ વર્ષે રાજ્ય સરકારે પ્રત્યેક ખેડૂત દીઠ 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી હતી.
