
Maha Shivratri 2026 Special, Junagadh: જૂનાગઢના ગિરનારની ગોદમાં યોજાતો ભવનાથનો મેળો એટલે ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ. આ મેળામાં દેશભરમાંથી ઉમટી પડતા નાગા સાધુઓ હંમેશા શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. ભગવાન શિવના અનન્ય ભક્ત એવા આ સાધુઓનો પહેરવેશ, તેમની ભસ્મ અને ખાસ કરીને તેમની લાંબી ‘જટા’ પાછળ ગહન આધ્યાત્મિક રહસ્યો છુપાયેલા છે.
શિવના ‘વ્યોમકેશ’ સ્વરૂપનું દર્શન
નાગા સાધુઓ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે.
