વડોદરા,શુક્રવારની મોડીરાતે બહેનપણીઓ સાથે થાર જીપ લઇને લગ્નમાંથી પરત આવતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ સનફાર્મારોડ પર એક મોપેડ સવાર યુવકને ટક્કર મારીહતી. યુવકને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કારચાલક યુવતીની ધરપકડ કરી છે.
અટલાદરા શિવાજીપુરી વુડાના મકાનમાં રહેતો અભિષેક વાસુદેવભાઇ મોરે, ઉં.વ.૨૫ કુરિયરનું કામ કરતો હતો.
