Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ, એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે . ગુજરાત વિધાનસભા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે વિધાનસભામાં ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં યોજાશે.

13 ફેબ્રુઆરી (બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી) દરખાસ્ત રજૂ થશે

વિધાનસભાએ જણાવ્યું છે કે ઉમેદવારી માટેની દરખાસ્ત 13 ફેબ્રુઆરી બપોરે 12:00 વાગ્યા સુધી રજૂ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ-11 અને 10(2) મુજબ હાથ ધરવામાં આવશે.

રેક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે

જાહેરનામા મુજબ, દરેક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે અને કોઈપણ સભ્ય પોતાનું નામ ધારક તરીકે દરખાસ્ત કરી શકશે નહીં.

આ પણ વાંચો—-   AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *