ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે . ગુજરાત વિધાનસભા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે વિધાનસભામાં ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં યોજાશે.
13 ફેબ્રુઆરી (બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી) દરખાસ્ત રજૂ થશે
વિધાનસભાએ જણાવ્યું છે કે ઉમેદવારી માટેની દરખાસ્ત 13 ફેબ્રુઆરી બપોરે 12:00 વાગ્યા સુધી રજૂ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ-11 અને 10(2) મુજબ હાથ ધરવામાં આવશે.
રેક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે
જાહેરનામા મુજબ, દરેક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે અને કોઈપણ સભ્ય પોતાનું નામ ધારક તરીકે દરખાસ્ત કરી શકશે નહીં.
આ પણ વાંચો—- AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો
