
3I/ATLAS News : ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકોએ આંતરતારકીય પદાર્થ 3I/ATLAS ની તાજેતરની તસવીરો જાહેર કરી છે, જેણે ખગોળશાસ્ત્રમાં ચાલી રહેલી એક મોટી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને નાસા (NASA) બંનેએ સ્પષ્ટ કર્યું છે કે આ રહસ્યમય પદાર્થ કોઈ ‘એલિયન સ્પેસશીપ’ નથી, પરંતુ આપણા સૌરમંડળમાંથી પસાર થઈ રહેલો એક સામાન્ય ધૂમકેતુ જ છે.
