Abdasaમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું, મંજલ અને રાયધણજર ગામ વચ્ચેનો રસ્તો થયો બંધ

📅 Published: February 17, 2026 | 📂 Category: Uncategorized

કચ્છના અબડાસામાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો. ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. મંજલ, રાયધણજર ગામ વચ્ચેનો રસ્તો બંધ થયો છે. અબડાસામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભુજ તાલુકાના ગ્રામ વિસ્તારમાં પડેલા અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે. ડાકડાઈ સીમ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખેતરો ધોવાઈ ગયા છે.

 અબસાડામાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાઈ ગયો

ભુજના ડાકડાઈ સીમ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્રણ દિવસ અગાઉ એક સાથે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા. આ દર્શયો પરથી અંદાજ લગાવી શકાય છે કે પાણીનો પ્રવાહ કેટલો પ્રચંડ હતો. ખેતરોમાં ઉભેલા ખારેક ઝાડ પણ પાણીની સાથે તણાઈ ગયા છે. વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવેલા પાણીનો બંધ તૂટી ગયો છે. જેના કારણે આસપાસ તમામ ખેતરોનું ધોવાણ થઈ ગયું છે.

રાજ્યમાં મેઘરાજાની જમાવટ

રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે અને રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતા કચ્છ, દ્વારકા, નવસારી, વલસાડ, ડાંગ,પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *