Abdasa: સાંધણ દરિયા કિનારેથી બિનવારસી કન્ટેનર મળ્યું, મરીન પોલીસ કોસ્ટગાર્ડ દ્વારા તપાસ

📅 Published: February 17, 2026 | 📂 Category: Uncategorized

કચ્છની પશ્ચિમ દિશાએ આવેલા અરબ સાગર તટે બિનવારસી કન્ટેનર મળ્યું છે. સાંધણ દરિયા કિનારેથી બિનવારસી કન્ટેનર તણાઈને આવ્યું છે. છેલ્લા 8 દિવસમાં ચાર બિનવારસી કન્ટેનર મળ્યા છે. મરીન પોલીસ કોસ્ટગાર્ડ દ્વારા કન્ટેનરની તપાસ કરવામાં આવી રહી છે. અબડાસાના દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

બિનવારસુ કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત 

અબડાસાના સાંધણ દરિયા કિનારે આજે ફરી એકવાર બિનવારસુ કન્ટેનર મળી આવ્યું છે. કાલે પણ અબડાસાના દરિયામાંથી બિનવારસી કન્ટેનર મળી આવ્યું હતું. કન્ટેનર ટેન્ક મળવાના બનાવોએ તંત્રની ચિંતા વધારી છે. પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા આ કન્ટેનરની તપાસ હાથ ધરાઈ હતી. ગુજરાતના દરિયા કિનારે બિનવારસુ કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

દરિયા કિનારેથી એક કન્ટેનર મળી આવ્યું

થોડા સમય પહેલા સોમનાથના દરિયા કિનારેથી એક કન્ટેનર મળી આવ્યું હતું. જ્યારે એક કન્ટેનર ભરૂચના દરિયા કિનારેથી પણ મળી આવ્યું છે. જ્યારે કચ્છના દરિયા કિનારેથી છેલ્લા 8 દિવસમાં ચાર બિનવારસી કન્ટેનર મળ્યા છે. બિનવારસી કન્ટેનરો તણાઈને આવતા તંત્રની ચિંતા વધારી છે. તંત્ર દ્વારા આ કન્ટેનરની તપાસ કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *