ACF શૈલેષ ખાંભલાના પિતાની કડકમાં કડક સજાની માગ:બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યાથી પરિવાર આઘાતમાં; ભારે હૈયે વીડિયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરી

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ભાવનગરમાં બે દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્નિ, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ ભારે હૈયે સોશિયલ મીડિયા મારફતે સરકાર અને પોલીસને તેના પરિવારના બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યા કરનારા પુત્ર શૈલષને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએઃ આરોપીના પિતા
​સોશિયલ મીડિયાના માધ્યમથી બચુભાઈએ જણાવ્યું હતું કે, મારા બે ફૂલ જેવા કોમળ બાળકો, મારા પુત્રવધૂ ત્રણેયની સાથે જે અધમમાં અધમ કૃત્ય કરીને મોતને ઘાટ ઉતાર્યા છે, એના પ્રત્યે મને તો દુઃખ છે. મારો આખો પરિવાર દુઃખી છે. મારો એક પંખીડાનો માળો વિખેરાઈ ગયો છે. ​પોલીસ તપાસમાં આ ભયંકર કૃત્ય માટે ‘શૈલેષ ખાંભલા’નું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે. શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએ. આ પણ વાંચો…. શેતાન શૈલેષે તકિયાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું, બીજા રૂમમાં પુત્ર-પુત્રીને પતાવી દીધાં, ભાવનગરમાં ACFના ઘરમાં શું-શું થયું?
માત્ર એક આરોપી સુધી તપાસ સિમિત ન રાખવા વિનંતી
​બચુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે. આ બહુ દુઃખદાયક છે. આમાં કોઈ પણ સામેલ હોય તેની ઊંડી તપાસ કરો કહી ​બચુભાઈ ખાંભલાએ માત્ર એક આરોપી સુધી તપાસ સિમિત ન રાખવાની વિનંતી કરી છે. (ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને પુત્ર-પુત્રીની લાશ મળી:10 દિવસ પહેલાં ઘરથી 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા) ખાંભલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું
​સુરત શહેરના બચુભાઈ ભગવાનભાઈ ખાંભલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. તેમના બે ફૂલ જેવા કોમળ બાળકો અને પુત્રવધૂની અધમ હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પીડિત બચુભાઈ ખાંભલાએ ભારે હૃદય સાથે સોશિયલ મીડિયા સમક્ષ આવીને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને આ મામલે સત્વરે ન્યાય મળે તેવી માગણી કરી છે.
​​​​​​​(પત્નીના ફોનના DRAFT મેસેજથી ફોરેસ્ટ અધિકારીનો ખેલ ખૂલ્યો, સ્ટાફ પાસે JCBથી ખાડો ખોદાવ્યો, 2 ડમ્પર માટી મગાવી હતી)


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *