Adalaj: શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે બે અજાણ્યા ઇ-મેઇલ ધારકો સામે ફરિયાદ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અડાલજ પોલીસ મથક વિસ્તારમાં આવેલી જે છ સ્કૂલોને ધમકી ભર્યા મેઇલ મળ્યા હતા તેમાં ખોડિયાર ગામ સ્થિત જેમ્સ જેનીસ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઝુંડાલ સ્થિત ડિવાઇન ચાઇલન્ડ સ્કૂલ, શાંતિગ્રામ સ્થિત અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, સાંતેજ સ્થિત આવિસ્કાર સ્કૂલ તથા રેડબ્રીક્સ સ્કૂલ તેમજ રણછોડપુરા સાંતેજ રોડ પર આવેલ કેલોરેક્સ ઓલીવ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે.

આ તમામ સ્કૂલોમાં સવારે આઠથી નવ કલાક દરમિયાન બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઇમેઇલ આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને ઇમેઇલ munroquickelz800hotmail.com તથા mazeilaubscher612hotmail.com પરથી આવ્યા હતા. ધમકી આપનાર બંને અજાણ્યા શખસોએ મેઇલ મોકલવા માટે હોટમેઇલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. તમામ શાળામાં મોકલાવેલા મેઇલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ ટુ સાબરમતી જેલ તક જેવું એક જ લખાણ લખવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મેઇલ વિદેશથી થયા હોવાનું જણાઇ રહ્યુ છે, જોકે, આ મામલે હજુસુધી કોઇ ચોક્કસ વ્યક્તિ કે સંગઠનનું નામ બહાર આવ્યુ નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *