Ambaji: નવીન ભોજનાલય બહારથી ધોળા દિવસે બાઇકની ચોરી, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

યાત્રાધામ અંબાજીમાં ફરી એકવાર બાઇક ચોર ગેંગ સક્રિય થતા સ્થાનિકો અને મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં નવીન ભોજનાલય બહારથી એક બાઇકની ઉઠાંતરીનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અંબાજીમાં બાઇક ચોર ગેંગ સક્રિય

મળતી માહિતી મુજબ એક વ્યક્તિ પોતાનું બાઇક (નંબર GJ 01 PR 3121) નવીન ભોજનાલયની બહાર પાર્ક કરીને અંદર સોફા રિપેરિંગના કામ માટે ગયા હતા. કામ પતાવી અને જમીને જ્યારે તેઓ બહાર આવ્યા, ત્યારે તેમનું બાઇક ત્યાં જોવા મળ્યું નહોતું.

CCTVમાં કેદ થયા દ્રશ્યો

ભોજનાલયના સીસીટીવી કેમેરા ચેક કરતા માલૂમ પડ્યું હતું કે બે અજાણ્યા શખ્સો અત્યંત આત્મવિશ્વાસ સાથે બાઇક પાસે આવે છે. થોડી જ ક્ષણોમાં બાઇકનું લોક તોડી અથવા માસ્ટર કીનો ઉપયોગ કરી તેને લઈને ફરાર થઈ જાય છે.ફૂટેજમાં બંને શખ્સોના ચહેરા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

આ પણ વાંચો: સુરતમાં સોશિયલ મીડિયામાં બાળક ચોરી ગેંગના ખોટા મેસેજ મૂકનાર સામે કાર્યવાહી, પોલીસે યુવક પાસે માફી મંગાવી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *