અંબાજી ગામમાં બુટલેગરોના ત્રાસ સામે સ્થાનિકો વચ્ચે ભારે રોષ ફેલાયો છે. સોમવારે રાત્રે મેહુલ ઉર્ફે રોબોટે રોંગ સાઇડમાં કાર ચલાવીને બે વાહનોને અડફેટે લીધા હતા, જેના પગલે અંબાજી પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સરપંચ ફરિયાદ કરવા ગાંધીનગર ગયા
ફરિયાદ જંગલ ખાતાના વોચમેન બળવંતભાઈ ખેર દ્વારા આપી હતી, જ્યારે અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે 3 ફેબ્રુઆરીના રોજ ગૃહમંત્રીની ઓફિસમાં પણ આ અંગે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. છેલ્લા 7 દિવસમાં સરપંચ ગૃહમંત્રીની ઓફિસમાં બે વાર પહોંચ્યા છે.
મેહુલ બારોટની કાર સાથે ધરપકડ કરવામાં આવી
અંબાજી પોલીસ દ્વારા મેહુલ બારોટની કાર સાથે ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર અંબાજીમાં વેચાતા વિદેશી દારૂ અને બુટલેગરોના ત્રાસને લઈને લોકોમાં ગુસ્સો વ્યાપ્યો છે. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરવામાં આવ્યો હતો..
આ પણ વાંચો—- Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા
