Amodમાં માજી મહિલા પ્રમુખના ઘર નીચે પડ્યો ભુવો, જીવના જોખમે રહેવા મજબૂર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

આમોદ શહેરના જોષી ફળિયામાં ભાજપની માજી મહિલા પ્રમુખ શર્મિષ્ઠાબેન જોશીના મકાન આંગણે જ 15થી 20 ફૂટ ઊંડો અને પહોળો ભુવો પડતા હડકંપ મચી ગયો છે. આ ખાડો મકાનના નીચે સુધી પહોંચી જતા પરિસ્થિતિ ગંભીર બની છે. વહેલી સવારે 7 વાગ્યે બનેલી ઘટનાની જાણ થતાં શર્મિષ્ઠાબેન જોશીએ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ તથા ચીફ ઓફિસરને ફોન કરી બોલાવ્યા હતા.

શર્મિષ્ઠાબેને મિડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી

તેઓ સ્થળ પર પહોંચ્યા હોવા છતાં નગરપાલિકાએ નિષ્ણાતો પાસેથી કામગીરી કરાવવાની બદલે સફાઈ કામદાર અને ગટર સાફ કરાવતા કર્મચારીને કામે લગાડ્યા હતા. જેને લઈ શર્મિષ્ઠાબેને મિડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. હાલ શર્મિષ્ઠાબેન જોશી પોતાના મકાનમાં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે.

સ્થાનિક નાગરિકોએ કર્યા સવાલ

સ્થાનિક નાગરિકોનો સવાલ છે કે જો માજી પ્રમુખ સાથે જ આવું વર્તન થાય તો પછી સામાન્ય નાગરિકો માટે નગરપાલિકા પાસેથી શું આશા રાખવી? હવે જોવાનું રહ્યું કે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે? સવારથી સાંજના 7:00 વાગી ગયા હોવા છતાં હજુ પાઇપ લીકેજ છે. તો શું આમોદ નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠી છે મુખ્ય માર્ગ ઉપર કોઈ પણ જાતનું બેરીકેટ કે કોઈપણ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી રાત્રિના સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *