Amod માં પીવાના પાણીથી ત્રાસેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં માટલા ફોડ્યા, ઉગ્ર સુત્રોચ્ચાર કરાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભરુચ જિલ્લાના આમોદમાં પીવાના પાણીની સમસ્યા એટલી બધી વકરી ગઇ છે કે આજે ઉશ્કેરાયેલી મહિલાઓ નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઇને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

પીવાના પાણીની સમસ્યા હલ ના થતાં લોકોમાં ભારે રોષ઼

આમોદમાં પીવાના પાણીની સમસ્યા હલ ના થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવાનું પાણી પુરુ પાડવું તે નગરપાલિકાની પ્રાથમિક ફરજ છે પણ નગરપાલિકાના સત્તાધીશો આ પ્રાથમિક ફરજ નિભાવવામાં પણ નિષ્ફળ ગયા છે. હજું તો ચોમાસુ પત્યું છે ત્યાં જ આમોદમાં પીવાના પાણીની રામાયણ શરુ થઇ ગઇ છે.

ચીફ ઓફિસરની ચેમ્બરમાં માટલા ફોડીને વિરોધ

આમોદમાં પીવાના પાણીની સમસ્યાથી કંટાળી જઇને ઉશ્કેરાયેલી મહિલાઓએ આજે નગરપાલિકાની કચેરીએ ધસી જઇને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં માટલા ફોડીને વિરોધ કર્યો હતો.

મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો

પાણીના પ્રોબ્લેમથી ત્રાસેલી મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટે માગ કરી હતી. મહિલાઓએ નિરાકરણ ન આવે તો ચેમ્બરમાં બેસી રહેવાની ચીમકી પણ આપી હતી. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *