- ચારેય સંચાલકોએ 11 વાગ્યે હાજર થશે
- સમીર પટેલ, પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજિત ચોક્સીને અપાયા સમન્સ
- નિર્લિપ્ત રાયની હાજરીમાં ચારેયના નિવેદન નોંધવામાં આવશે
લઠ્ઠાકાંડમા છેવટે એક સપ્તાહ પછી, 50ના મોત બાદ અમોસ કંપનીના સમીર પટેલ સહિત ચારેય ડિરેક્ટરને પોલીસે સમન્સ ફટકારી છે, IPS નિર્લિપ્ત રાયે સમીર પટેલ, ચંદુ પટેલ, પંકજ પટેલ અને રજિત ચોકસીને બરવાળા પોલીસ સ્ટેશને હાજર થવા હુકમ કર્યો છે.
એમોસમાંથી 600 લીટર ચોરી થયા બાદ 24 જ કલાકમાં atsએ કર્મચારી જયેશ ખાવડીયાએ જ્યાં મિથેનોલ વેચ્ચું તે નેટવર્કમાંથી 470 લીટર કબ્જે કર્યું હતું,પરંતુ પાછળથી પોલીસે ફિનોર લિમિટેડે આપેલા જથ્થામાંથી એમોસ પાસે 20 લીટર જ ઘટ હોવાનો રિપોર્ટ ભરતા જયેશે બાકીના 130 લીટર મિથેનોલ રાજસ્થાન-મહારાષ્ટ્રથી આવતી ટ્રકોમાંથી ખરીદીકર્યાનો તર્ક રજૂ તરવામાં આવી રહ્યો છે.
