Amreli: ખાંભામાં સિંહ પાછળ પડતા બળદો કૂવામાં પડ્યા, 5 કલાકના ભારે જહેમત બાદ એક બળદને બચાવાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરીયા ગામે ખેતીકામ કરતા ખેડૂત માટે રાત કાળી સાબિત થઈ હતી. ઉમરીયા ગામના ખેડૂત વાસુરભાઈ કામળિયાની વાડીમાં રાત્રિના સમયે સિંહ ચઢી આવતા અફરાતફરી મચી ગઈ હતી. સિંહને જોઈને ડરી ગયેલા બળદોએ દોટ મૂકી હતી, જેમાં બે બળદ સાથે આખું બળદગાડું વાડીના ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું.

ખાંભામાં બળદગાડું કૂવામાં ખાબક્યું

ઘટનાની જાણ થતા જ ખાંભા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મધરાતે કૂવામાં પડેલા બળદોને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગ અને સ્થાનિક લોકોએ સતત 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

ક્રેઇનની મદદથી બળદોને બહાર કાઢવામાં આવ્યા

કૂવામાં પટકાવાને કારણે અને પાણીમાં ડૂબી જવાથી એક બળદનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જોકે, ફાયર વિભાગની ટીમે બીજા બળદને અત્યંત સાવચેતીપૂર્વક જીવતો બહાર કાઢી લીધો હતો. આ સાથે જ કૂવામાં પડેલા બળદગાડાને પણ ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Morbi: રાજકોટ બાયપાસ પર કાળજું કંપાવતો અકસ્માત, અજાણી કારની ટક્કરે સ્કૂટર સવારને માથામાં હેમરેજ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *