Amreli: જાફરાબાદમાં બુકાની ધારીઓએ 8 મકાનને નીશાન બનાવ્યાં, 11 લાખથી વધુની ચોરી કરી ફરાર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલીના જાફરાબાદમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. ઘાતક હથિયાર સાથે 8 મકાનમાં ચોરી કરી ફરાર થયા છે. લુણસાપૂર નજીક સિન્ટેક્ષ કંપનીની કોલોનીમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ 8 મકાનમાં 11 લાખથી વધુની ચોરી કરી ફરાર થયા છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અંગે પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સ્કરોએ 8 મકાનમાં 11 લાખથી વધુની ચોરી કરી ફરાર

અમરેલી જિલ્લામાં તસ્કરો હથિયાર સાથે ઘુસ્યા 11 લાખનું સોનુ ઉઠાવી ગયા હોવાની ઘટના બની છે. જાફરાબાદ તાલુકાના લુણસાપૂર ગામ નજીક આવેલ સિન્ટેક્ષ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તલવાર જેવા ઘાતકી હથિયાર સાથે પ્રવેશી 8 મકાનો તોડ્યા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. તસ્કરો મોઢે બાંધીને આવ્યા લાઈવ CCTVમાં કેદ થયા છે.

તસ્કરો મોઢે બાંધીને આવ્યા લાઈવ CCTVમાં કેદ 

સિન્ટેક્ષ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર આશિષકુમારસીંગ ચૌહાણએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. સોના ચાંદી રોકડ રકમ કુલ 11,32,619ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. સૌથી વધારે આસિસ્ટન્ટ મેનેજરના ઘરેથી ચોરી અન્ય 8 મકાનોમાં તાળા તોડ્યા છે. કંપનીમાં આવેલ કોલોનીમાં અલગ અલગ 8 મકનાઓ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ASP વલય વૈદ્ય દ્વારા ચોરીની ગેંગને પકડવા અલગ અલગ સર્વેલન્સ સ્કોડની ટીમો બનાવવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *