Amreli : બગસરામાં ST બસને લઇ વિદ્યાર્થીઓ પરેશાન, માત્ર 10 કિમીના ટૂંકા અંતર માટે વિદ્યાર્થીઓને 2 કલાક બસની રાહ જોવી પડે છે

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલીના બગસરામાં ST બસને લઇ વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. 10 કિમીમાં બે કલાક બસ લેટ થતાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના ઘેર પણ પહોંચી શક્યા નથી તો રોજ અપડાઉન કરતા લોકો પણ હેરાન થઇ રહ્યા છે.

10 કિમીના ટૂંકા અંતર માટે જ વિદ્યાર્થીઓને 2 કલાક બસની રાહ જોવી પડી રહી છે

અમરેલી એસ.ટી ડેપોમાં કથળેલો વહિવટ સામે આવ્યો છે. અને તેના કારણે લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે. કારણ કે માત્ર 10 કિમીના ટૂંકા અંતર માટે જ વિદ્યાર્થીઓને 2 કલાક બસની રાહ જોવી પડી રહી છે.

રફાળા ગામના વિદ્યાર્થીઓ બસ લેટ થતાં હાલાકી ભોગવી રહ્યા છે

ખાસ કરીને શાળાએથી છુટેલા વિદ્યાર્થીઓને પોતાના ઘેર જવા માટે બે કલાક સુધી બસની રાહ જોવી પડી રહી છે. રફાળા ગામના વિદ્યાર્થીઓ બસ લેટ થતાં હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે.

વિદ્યાર્થીઓ-મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે

એસ.ટી બસના ધાંધીયાના કારણે રોજે રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ-મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. અવાર નવાર એસ.ટી.બસના કથળેલા વહિવટના કારણે લોકો હેરાન થઇ રહ્યા છે પણ એસ.ટી તંત્રના અધિકારીઓ કોઇ ધ્યાન આપતા નથી

બગસરા બંધનું એલાન અપાયું હતું

ઉલ્લેખનિય છે કે એસ.ટી બસ તંત્રના અધિકારીઓની આ બેદરકારીના કારણે ભુતકાળમાં પણ બગસરામાં લોકોનો ભારે રોષ જોવા મળ્યો હતો અને બગસરા બંધનું એલાન અપાયું હતું ત્યારે હવે સરકાર એસ.ટી બસના આ અધિકારીઓના કાન આમળે તે જરુરી છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *