Amreli : સૌરાષ્ટ્રમાં મંદિરોને ડિજિટલ માધ્યમથી ટાર્ગેટ બનાવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર મંદિરોને ટાર્ગેટ બનાવી મંદિરોમાંથી ચોરી કરી અને ફરાર થઈ જતી ગેંગના સીસીટીવી સહિતની અનેક તપાસ કરવા છતાં આ ગેંગ ઝડપાતી નહોતી, ત્યારે અમરેલી એલસીબીએ આ મંદિરમાં ચોરી કરતી ગેંગના મુખ્ય 6 સૂત્રધારને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસને પ્રાથમિક પૂછપરછમાં આ ચોર ગેંગ દ્વારા 18 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાની કબુલાત આપી છે અને પકડાયેલા તમામ આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લીધેલા વાહનો અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલની વિગત જોઈએ તો રોકડા રૂપિયા 70,695, 6 એન્ડ્રોઈડ મોબાઈલ, યામાહા કંપનીનું એક મોટરસાયકલ તથા બજાજ કંપનીનું ડિસ્કવર મોડેલનું મોટરસાયકલ આમ મળીને કુલ 2,25,695નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને હજુ મુદ્દા માલ જપ્ત કરવાની પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરી છે.

18 જેટલી ચોરીની વિગતોની કબુલાત કરી

પકડાયેલા આરોપીની વિગત જોઈએ તો આરોપીઓમાં કમલેશ ઉર્ફે કમિસ બામણીયા, બીજો ગોપાલ ઉર્ફે બુડીયો બામણીયા, ત્રીજો નરપતસિંહ સુભાન ઉર્ફે સોબાન ચાવડ, ચોથો બાઈસીંગ પારુભાઇ અર્જુન આર, પાંચમો સીરદાર ઉર્ફે સરદાર મહેરા અને છઠ્ઠો સુરેશ ઉર્ફે કાળુભાઈ બામણીયા આ તમામ મધ્યપ્રદેશના રહેવાસી છે અને હાલ સૌરાષ્ટ્રના જસદણ અને વડીયા તેમજ માલવયા પીપરીયા ગામની સીમમાં મજૂરી કામ કરે છે. આરોપીએ અમરેલી જિલ્લા સહિત અન્ય જિલ્લા અને તાલુકામાંથી 18 જેટલી ચોરીની વિગતોની કબુલાત આપી છે.

ચોરી કરવાની નવી સિસ્ટમ સામે આવી

પકડાયેલા આરોપી પાસેથી ચોરી કરવાની સિસ્ટમ અંગે આરોપીએ ગુગલ મેપમાં બહારગામ આવેલા અલગ અલગ મંદિરોના લોકેશન સર્ચ કરતા અને લોકેશન મેળવ્યા બાદ ગુગલ મેપમાં સર્ચ કરેલા મંદિરોની રેકી કરતા અને મેપના લોકેશનને આધારે આ ગેંગના સભ્યો ત્યાં જઈ અને મંદિરમાંથી ચોરી કરતા આમ, હવે આ ચોર ગેંગ ક્યાંકને ક્યાંક ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરી અને ચોરી કરવાની નવી સિસ્ટમ સામે આવી છે. હાલ આ તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે અને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવાની તજવીજ અમરેલી પોલીસે હાથ ધરી છે. 

આ પણ વાંચો : Junagadh News: માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી, જાણો શું છે સમગ્ર મામલો?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *