Amreli News: જાફરાબાદમાં સિંહબાળના શંકાસ્પદ મોત મામલે ખુલાસો, હિમોગ્લોબિન ઘટી જવાથી મૃત્યુ થયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક 3 સિંહબાળના શંકાસ્પદ મોતમાં મોટો ખુલાસો થયો છે. હિમોગ્લોબિન ઘટી જવાથી 3 સિંહબાળના મૃત્યુ થયા છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતા મોત થયાનો ખુલાસો થયો છે. સિંહબાળને ન્યુમોનિયાની અસર થતા રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હતી. આ સિંહબાળના મોત મામલે એડિશનલ ફોરેસ્ટનું નિવેદન સામે આવ્યું છે.

જાફરાબાદ નજીક 3 સિંહબાળના શંકાસ્પદ મોત

જાફરાબાદ 3 સિંહબાળના શંકાસ્પદ મોત મામલે એડિશનલ ફોરેસ્ટ કંઝરવેટિવ વાઇલ્ડ લાઇફએ ખુલાસો કર્યો છે. સિંહબાળમાં હિમોગ્લોબિનની માત્રા ખૂબ ઓછી હતી. સિંહબાળને વનવિભાગ બચાવી ન શક્યો, પાલીતાણા રેન્જ વિસ્તારમાં સ્ટાફની ઘટ છે. પાલીતાણા રેન્જ વિસ્તારમાં સ્ટાફની ઘટ હોવાનો પણ અધિકારીએ સ્વીકાર કર્યો છે.

સિંહબાળને રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતા મોત

જાફરાબાદના કાગવદર નજીકથી 25 દિવસ પહેલા સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરેલા સિંહબાળને બાબરકોટ એનિમલકેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. જાફરાબાદ નજીક 3 સિંહબાળના મૃત્યુ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતા મૃત્યુ થયું છે. પાલીતાણા રેન્જ વિસ્તારમાં સ્ટાફની ઘટ હોવાનો પણ અધિકારીએ સ્વીકાર કર્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *