Anand : ડુંગરીપુરા પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત 1નું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

આણંદના ઓડ ઉમરેઠ મુખ્ય માર્ગ ઉપર ડુંગરીપુરા પાટીયા નજીક આજે એક ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.

અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત

માહિતી પ્રમાણે, અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક સવારના ઘટના સ્થળે જ થયેલા મૃત્યુથી સ્થાનિકો સ્તબ્ધ થઇ ગયા હતા.

પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો

ખંભોળજ અને ઉમરેઠ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કરીને માર્ગ ખાલી કરાવ્યો. પોલીસ દ્વારા અકસ્માતની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો—-   Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *