Anand News : આણંદના યુવક-યુવતીને અઝરબૈજાનમાં બંધક બનાવવાનો કેસ, અપહરણ કરી ખંડણી માંગનાર 3 એજન્ટને પોલીસે ઝડપ્યા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અન્ય ત્રણ એજન્ટોને ઝડપી પાડવા પોલીસની તપાસ શરૂ થઈ છે, ઝડપાયેલા ત્રણેય એજન્ટો ચાર દિવસના રિમાન્ડ પર છે, ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઇલ ટ્રેસ કરી ત્રણને ઝડપી પાડયા છે, અન્ય ત્રણ એજન્ટોને ઝડપી પાડવા પૂછપરછ હાથ ધરાઈ છે, અમેરિકા મોકલવાની લાલચ આપી આણંદના બે નાગરિકોને અઝરબૈજાન લઈ જઈ, ત્યાં તેમને ગોંધી રાખી માર મારી રૂ. 65 લાખની ખંડણી વસૂલનાર મુંબઈના ત્રણ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓએ પરિજનો પાસેથી ખંડણી લીધી હતી

આરોપીઓએ આણંદના ધ્રુવ અને સાહેદબેન નામના બે યુવકોને કેનેડા અથવા અમેરિકા મોકલવાના બહાને દિલ્હીથી અઝરબૈજાન મોકલ્યા હતા. અઝરબૈજાન પહોંચતા જ આરોપીઓએ બંનેનું અપહરણ કરી એક ગુપ્ત સ્થળે ગોંધી રાખ્યા હતા, પરિવારજનોને વીડિયો કોલ પર યુવકોને માર મારતા બતાવી ડરાવવામાં આવ્યા હતા. આરોપીઓએ યુવકોની કિડની, આંખો અને લીવર કાઢીને વેચી દેવાની ધમકી આપી રૂ. 65 લાખની ખંડણી માંગી હતી, જે પરિવારજનો પાસેથી પડાવી લેવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓ

01-મમતાબેન જીતેશ ગાવિત – ઉં.વ.49, રહે. થાણે, મુંબઈ

02-કેતન રમેશ કાંતિલાલ સોની – ઉં.વ. 54, રહે. દહીસર ઈસ્ટ

03-ડેનિયલ બાપીસ્ટ મોન્ટેરો – ઉં.વ. 49, રહે. અંધેરી ઈસ્ટ

Junagadh News : મહાશિવરાત્રિના મેળામાં 11 હજાર રુદ્રાક્ષધારી એક સંતના દર્શન કરવા લોકો ઉમટયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *