Anand News: દુર્ગંધથી પરેશાન થયા પાડોશીઓ, સામે આવ્યું ભયાનક સત્ય

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખંભાત શહેરના રંગરેજની આંબલી વિસ્તારમાં એક બંધ મકાનમાંથી 50 વર્ષીય મહિલાનો સડેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અસહ્ય દુર્ગંધ ફેલાવાને કારણે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જેના પગલે આ રહસ્ય પરથી પડદો ઉચકાયો છે.

ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, રંગરેજની આંબલી વિસ્તારમાં આવેલ એક મકાનમાં કોકિલાબેન રાણા (ઉં.વ. 50) તેમના ભાઈ લલ્લુ રાણા સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આ ઘરની આસપાસ ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી હતી. શરૂઆતમાં લોકોએ તેને અવગણી, પરંતુ દુર્ગંધ વધતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ઘરમાંથી કોકિલાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ભાઈની માનસિક સ્થિતિ અને ચર્ચાઓ

સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ, મૃતક કોકિલાબેન અને તેમના ભાઈ લલ્લુ રાણા બંનેની માનસિક સ્થિતિ અસ્થિર હતી. બહેનનું મૃત્યુ થયું હોવા છતાં, અસ્થિર મગજના ભાઈને તેની જાણ સુધ્ધાં ન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતદેહ કેટલા દિવસ જૂની છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ મૃતદેહ અત્યંત ક્ષત-વિક્ષત હાલતમાં હોવાથી મૃત્યુને ઘણો સમય વીતી ગયો હોવાનું મનાય છે.

પોલીસ કાર્યવાહી

ખંભાત પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુ કુદરતી છે કે અન્ય કોઈ કારણસર, તે સ્પષ્ટ થશે.
આ પણ વાંચો – Anand News : આણંદના યુવક-યુવતીને અઝરબૈજાનમાં બંધક બનાવવાનો કેસ, અપહરણ કરી ખંડણી માંગનાર 3 એજન્ટને પોલીસે ઝડપ્યા

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *