Ankleshwar ઉદ્યોગ મંડળની જનરલ કેટેગરીની ચૂંટણીનું પરિણામ જાહેર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • સત્તારૂઢ સહયોગ પેનલને આંચકો સહન કરવાનો વારો આવ્યો
  • અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ 30 મેનેજીંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા 7 થઇ હતી
  • આગામી સમયમાં નિર્ણય લેવામાં સતારૂઢ પેનલ માટે શિરદર્દ સમા બની રહેશે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો છે.

મેનેજીંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યો માટે યોજાયેલી ચુંટણીમાં સતારૂઢ સહયોગ પેનલને આંચકો સહન કરવો પડયો હતો. પરિણામને અંતે કુલ આઠ સભ્યો પૈકી હરીફ્ વિકાસ પેનલના પાંચ સભ્યોનો વિજય થયો હતો. જયારે સતારૂઢ સહયોગ પેનલના ત્રણ સભ્યો જીતતાં સોંપો પડી ગયો હતો.હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ 30 મેનેજીંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા 7 થઇ હતી. વહીવટની શાસન ધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા 7 થઇ ગઈ છે. જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સતારૂઢ પેનલ માટે શિરદર્દ સમા બની રહેશે.ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા, ડેનિશ ભૂત,ચંદુ અકબરી, બાબુભાઇ પટેલ, ભરત પટેલ જ્યારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરીયા, નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *