Banaskantha : ખજૂરિયા પ્રાથમિક શાળાનો દારુ પીધેલી હાલતમાં ઝડપાયેલો શિક્ષક સસ્પેન્ડ, શિક્ષણ વિભાગની કાર્યવાહી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં શિક્ષણ જગતમાં ચકચાર મચાવનાર બનાવ સામે આવ્યો છે. ખજૂરિયા પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂના નશામાં ઝડપાતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો છે.

રાજકુમાર રતિલાલ સોનેરા નામનો શિક્ષક દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો

માહિતી મુજબ, રાજકુમાર રતિલાલ સોનેરા નામનો શિક્ષક દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ગ્રામજનોએ તેને નશાની હાલતમાં પકડી પાડ્યો હતો અને સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ઘટના સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણ અધિકારીની કડક કાર્યવાહી

ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજકુમાર સોનેરાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે, તેની અન્ય તાલુકામાં બદલી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

શિક્ષણ જગતમાં રોષ

શિક્ષક જેવા જવાબદાર હોદ્દા પર રહેલા વ્યક્તિ દ્વારા આવી બેદરકારી દાખવાતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. વાલીઓએ પણ આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ પણ વાંચો—-     Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *