Banaskantha: ડીસામાં રેન બસેરા બનાવ્યા વિના 36.50 લાખ ચૂકવ્યા હોવાનો આક્ષેપ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રો અને ભાણેજ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ બાદ હવે બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રેન બસેરા બનાવ્યા વિના જ 36.50 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં તત્કાલિન ટીડીઓ અને ચીફ ઓફિસર સામે તપાસના આદેશ આપી દેવાયા છે.

બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા કૌભાંડ થયું હોવાનો આક્ષેપ

પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદમાં સામે આવેલા મનરેગા કૌભાંડ બાદ બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં કોઈ પણ પ્રકારની કામગીરી કે રેન બસેરા બનાવ્યા વિના જ જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ ચાંઉ કરી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં 36.50 લાખ રૂપિયાનું ચૂકવણું પણ કરી દેવાયું હોવાનો આરોપ પણ લગાવાયો છે.

36.50 લાખની રકમ ચૂકવી દેવાનો આક્ષેપ થયો

ડીસામાં તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. જિલ્લા આયોજન મંડળની 2019થી 2024 સુધીની ગ્રાન્ટ ચાંઉ કરી ગયા હોવાનો તેમની પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ આક્ષેપ બાદ તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર સામે તપાસના આદેશ અપાયા છે. આ કૌભાંડમા રેન બસેરા બનાવ્યા વિના જ 36.50 લાખની રકમ ચૂકવી દેવાનો આક્ષેપ થયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *