Banaskantha News: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. બનાસ ડેરીના દૂધથી લઈને બાયો-સીએનજી સુધીના વિવિધ પ્લાન્ટના મોડેલની સર્વાંગી વિકાસયાત્રાને આનંદીબેને બિરદાવી હતી.

બનાસડેરીની વિકાસયાત્રાને બિરદાવી

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વાવ-થરાદ વિસ્તાર ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની લીધી મુલાકાત. પાલનપુર સ્થિત બનાસડેરી કેમ્પસમાં આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ડેરીના બોર્ડ રૂમમાં બનાસ ડેરીની કામગીરી, વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફળતા અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું .ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત તથા ઉત્તર પ્રદેશની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ પણ વાંચોઃ Kutch News: ભચાઉમાં 2,06,00,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, 4 મોટા ગજાના બુટલેગરો ફરાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *