Banaskantha News : એક જાજમ, એક રિવાજ, વાવ થરાદમાં આંજણા ચૌધરી પટેલ સમાજનું સામાજિક બંધારણ ઘડાયું, લેવાયા આ મોટા નિર્ણયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વાવ થરાદમાં આંજણા ચૌધરી પટેલ સમાજનું સામાજિક બંધારણ ઘડાયું છે જેમાં અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, સગાઈ તોડવા પર 7.51 લાખનો દંડ, છૂટાછેડા પર 31 લાખ દંડ નક્કી કરાયો છે અને પ્લાસ્ટિક કપ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, સમાજ બહાર લગ્ન કરનારને સમાજ બહાર કરાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

લગ્ન પત્રિકા બંધ, ડિજિટલ આમંત્રણ અપાશે

પાંચ પટ્ટી આંજણા(મારવાડી) ચૌધરી પટેલ સમાજનું સામાજિક બંધારણ ઘડાયું છે જેમાં ગઈકાલે થરાદના ચાંગડા ખાતે થરાદી, ડીસાવળી, હિન્દવણી, વાવેશી અને સાંચોરી પટ્ટીના સમાજ સુધારાનું નક્કી કરાયું સામાજિક બંધારણ, લગ્ન પ્રસંગમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ લગ્નમાં વર વધુને સમાજના રીત રિવાજ મુજબના પોષક પહેરવાના રહેશે અને લગ્ન મંડપમાં ચોરી ફેરા સમય ખુરસી અથવા સોફા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, લગ્ન પત્રિકા બંધ અને મોબાઈલમાં ડિજિટલ આમંત્રણ આપવું અથવા સાદા આમંત્રણ કાર્ડથી આમંત્રણ આપવું તેવું નક્કી કરાયું છે.

સગાઈ થયા બાદ સગાઈ તૂટે તો બનાવ્યા કડક નિયમ

સગાઇ તોડનારને 7.51 લાખનો દંડ અને એક વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, લગ્ન બાદ કોઈનું લગ્ન જીવન તૂટે 31 લાખનો દંડ અને એક વર્ષ સમાજ બહાર કરવાનો નિર્ણય, દીકરી પાંચ પટ્ટી બહાર જઇ લગ્ન કરતો દિકરીના પરીવારનો પાંચ પટ્ટી પરગણા સમાજ બહાર કરવાનો નિર્ણય અને લગ્ન પ્રસંગમાં ચા-કોફી માટે ઉપયોગ લેવામાં આવતા પ્લાસ્ટિકના કપ પર મૂક્યો પ્રતિબંધ, રાત્રિ સમયે યોજા મેળાવડામાં બહેન દીકરી માત્ર સમાજના પ્રસંગ જેવું અન્ય કોઈ રાત્રિ મેળાવડા જવા પર પ્રતિબંધ કરાયો છે.

આ પણ વાંચો : Vadodara News : વડોદરાના ASI લક્ષ્મી દેસાઇના જામીન નામંજૂર, ડ્રગ પેડલર સાથે મીલીભગત બહાર આવતા SMCએ કરી હતી ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *