Banaskantha News: ડીસામાં બોગસ પત્રકારે ધમકી આપીને પૈસા માગતા વેપારીનું મોત થયાનો આક્ષેપ, ચાર આરોપીઓની ધરપકડ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બનાસકાંઠાના ડિસામાં એક બોગસ પત્રકારના ત્રાસના કારણે ફટાકડાના વેપારીનું મોત થયુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બોગસ પત્રકારે વેપારી પાસે દારુ પીધેલી હાલતમાં પૈસા માંગ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે ધમકી આપીને વેપારી પાસે પૈસા માગતાં વેપારીને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પોલીસે ચાર આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા છ. જ્યારે 6 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી પાસે પૈસા માંગતા આવ્યો હતો હાર્ટએટેક

પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના ડિસા શહેરમાં એક દિલીપ ત્રિવેદી નામના બોગસ પત્રકારે મુકેશ ઠક્કર નામના ફટાકડાના વેપારી પાસે દારુ પીધોલી હાલતમાં ધમકી આપીને પૈસાની માગણી કરી હતી. જેના કારણે વેપારીને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનામા ડીસાના વેપારીઓએ એક રેલી કાઢીને આરોપીઓને ઝડપી લેવા માટે માગ કરી હતી. પોલીસે વેપારીના મોત બાદ 6 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

ધમકી આપી વેપારી પાસે પૈસા માગ્યાનો આક્ષેપ

આ ઘટનામાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી હતી. આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે રિમાન્ડ મંજૂર કરતાં ચારેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતાં. પોલીસે છ આરોપીઓ સામે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ચારની ધરપકડ કરી છે. વધુ બે કર્મચારીઓની અટકાયત કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *