Banaskantha News: ડીસામાં રબારી સમાજની બેઠક મળી, આગામી 25 જાન્યુઆરીએ સમાજનું સંમેલન યોજાશે

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

તાજેતરમાં જ બનાસકાંઠામાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં સમાજનાં બંધારણનું વિમોચન કરવામાં આવ્યું હતું. હવે બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજની બેઠક મળી હતી. જેમાં આગામી 25મી જાન્યુઆરીએ સમાજિક બંધારણનું ગઠન કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો. સમાજના આગેવાનો દ્વારા સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે નિર્ણય લેવાયો હતો.

બનાસકાઠાંના ડીસામાં રબારી સમાજની બેઠક મળી

બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતાં. સમાજના આગેવાનોની આ બેઠકમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણના ગઠન અંગે નિર્ણય લેવાયો હતો. 3 પરગણાના આગેવાનો સંયુક્ત બેઠક યોજાઈ હતી. ડીસા,સમાલ અને કોળીયારા પરગણાની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આગામી તા. 25 જાન્યુઆરીના રોજ સમશેરપુરા ખાતે સામાજિક બંધારણ માટે રબારી સમાજનું સંમેલન યોજાશે.

આ પણ વાંચોઃ Gujarat News: PM મોદીએ રાજકોટમાં કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *