Banaskantha News: યુવકના આપઘાતને લઈ ઉત્તરાખંડ પોલીસ સામે આક્ષેપ, સ્થાનિક પોલીસે ફરિયાદ ના લીધી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બનાસકાંઠાના ડીસામાં યુવકની આત્મહત્યા મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મહિલા આઈપીએસ સહિત 9 લોકો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં ખોટા રેપ કેસ અને 20 લાખની ખંડણીની માગ કરવાનો ઉલ્લેખ કરાયો છે.મૃતકે લખેલી સુસાઈડ નોટમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, મેં બળાત્કાર નથી કર્યો સાચો પ્રેમ કર્યો છે. તેણે આ નોટમાં પીઆઈનું નામ લખ્યું હોવાને કારણે ફરિયાદ નથી લેવાઈ તેવો પરિવારે પણ આક્ષેપ કર્યો છે.

ડીસામાં યુવકની આત્માહત્યા મુદ્દે આક્ષેપ

મૃતકની બહેન અડધી રાત્રે ફરિયાદ કરવા માટે પહોંચી હતી. ફરિયાદ માટે ડિસા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ઈનકાર કરવામાં આવ્યો હતો. પોલીસે મૃતકની બહેન સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે ત્રણ મોબાઈલ અને સુસાઈડ નોટ કબજે કર્યા હોવા છતાં પંચનામું ન કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. તપાસ કરી સત્ય બહાર લાવવા સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચોઃ Banaskantha News: પાલનપુરની 2 કોલેજોમાં ઠગાઈના કેસમાં ઝડપેલા ભરત બાટિયાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *