Bardoliની મીંઢોળા નદી ગાંડીતૂર બની, ખાડા વિસ્તારના 150થી વધુ ઘર પાણીમાં ગરકાવ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરતમાં ભારે વરસાદથી મીંઢોળા નદી ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે. ઉકાઇ ડેમ બાદ ડોસવાડા ડેમમાં પાણીની આવક વધી રહી છે. બારડોલી નજીક મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે. નદીમાં પૂરથી ખાડા વિસ્તારના 150થી વધુ ઘર પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

મીંઢોળા નદી ગાંડીતૂર બની 

ઉપરવાસમાંથી પાણી આવક થતાં બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બની છે. તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમ બાદ ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક વધી રહીં છે. જેથી મીંઢોળા નદી ગાંડીતુર બની રહી છે. મીંઢોળાના પાણી બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં ભરાઈ ગયા હતા. ખાડા વિસ્તારના 150 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાવાની શરૂઆત થતા તમામને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા.

ખાડા વિસ્તારના 150 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ 

બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બની છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં પણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમ બાદ ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક વધી રહીં છે. ઉપરવાસમાંથી ડેમના પાણી છોડવામાં આવતા નદીમાં ભારે પૂરની સ્થિતી ઉભી થઈ છે. નદીની આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નદી કાંઠાના વિસ્તારને ખાલી કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *